Trade Reader. Powered by Blogger.

Twelve Jyotirlingam Darshanam And Mythological Greatness

પ્રથમ સોમવારઃ
કરો બાર જ્યોતિર્લિંગના દર્શન અને જાણો પૌરાણિક મહત્વ


સોમનાથ
સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પ્રખ્યાત છે. દક્ષપ્રજાપતિએ પોતાની કન્યાઓ ચંદ્રને પરણાવી હતી. તે રાણીઓ માંથી ચંદ્ર માત્ર રોહિણીને વધારે પ્રેમ કરતો હતો, આથી બીજી કન્યાઓએ દક્ષને ફરિયાદ કરી. દક્ષે ચંદ્રને ક્ષયનો રોગ થવાનો શ્રાપ આપ્યો. દુઃખી થતા ચંદ્રએ પ્રભાસ ક્ષેત્રમાં  શિવજીનું તપ કર્યું. તેને પ્રસન્ન કર્યા અને શ્રાપમાંથી મુક્તિ અપાવી અને ક્ષય થાય પણ ફરી પાછો પોતાની સ્થિતિ પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું અને તેની વિનંતિથી ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં સ્થાપિત થયા. ચંદ્રનું એક નામ સોમ છે તેથી સોમના નાથ એવું સોમનાથ નામ પડ્યું.  તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનો આ રીતે પાદુર્ભાવ થયો. શિવપૂરાણમાં ઉલ્લેખ છે કે આ શિવલિંગનું દર્શન અને સ્મરણથી રોગીઓના રોગ દૂર થાય છે. મહારોગમાંથી આ જ્યોતિર્લિંગ ઉગારે છે. 

મલ્લિકાર્જુન
કાર્તિકેય અને ગણેશજી બન્નેને પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવવાનું હતું. ગણેશજીએ માતા-પિતાને સર્વસ્વ માની તેની પ્રદક્ષિણા કરી. ગણેશજીને રિદ્ધિ અને સિદ્ધિ બન્ને કન્યા સાથે પરણાવી દેવાયા. આ વાતથી રોષે ભરાય કાર્તિકેય બાર યોજન દૂર ચાલ્યા ગયા. તેને મળવા માટે શિવજી અને પાર્વતિ ગયા. જે સ્થળે શિવજી અને પાર્વતી રોકાયા તે સ્થળ શ્રી શૈલમ તરીકે ઓળખાય છે. એમ કહેવાય છે કે દર અમાસે શંકર મુરુગન એટલે કે કાર્તિકેયની મુલાકાતે આવે છે અને દર પુનમે પાર્વતી તેમને મળવા આવે છે. આ મંદિરનું દ્વાર પૂર્વ દિશમાં છે. મંદિરમાં ઘણાં સ્તંભો છે અને તેમાં નાડિકેશ્વરની ખૂબ મોટી મૂર્તિ છે. મહા શિવરાત્રિ આ મંદિરનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. શિવ-પાર્વતિ ત્યાં જ્યોતિસ્વરૂપે સ્થિત થયા આથી તે જ્યોતિર્લિંગમાં સ્થાન પામ્યું છે. શિવપુરાણ અનુસાર આ જ્યોતિર્લિંગથી બધા પાપનો નાશ થાય છે અને ઈચ્છિત વરદાન પ્રાપ્ત થાય છે. 
 

મહાકાલેશ્વર
ઉજ્જૈન નગરીમાં વેદપ્રિય બ્રાહ્મણના ચાર પુત્રો હતા.  આ નગરીમાં દુષણનામના અસુરે ચઢાઈ કરી અને બ્રાહ્મણોને મારવા લાગ્યો, ધર્મનો વિઘ્વંશ કરવા લાગ્યો,  બધા ભાગતા હતા પણ આ ચાર બ્રાહ્મણ પુત્રો શિવજીનું પાર્થિવલિંગ હતું ત્યા બેસી રહ્યા. તે અસૂર ત્યાં સુધી પહોંચ્યો અને એ લિંગને પગ માર્યો ત્યારે શિવજી ત્યાં પ્રગટ થયા અને ભયાનક સ્વરૂપથી તેણે તે અસુરોનો નાશ કર્યો અને બ્રાહ્મણ પુત્રોને વરદાન માંગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ પુત્રોએ શિવજીને ત્યાં મહાકાળ રૂપે વાસ કરવા કહ્યું. આ રીતે ત્યાં મહાકાલેશ્વરની સ્થાપના થઈ. તેના સ્મરણથી અને દર્શનથી સ્વપ્નમાં પણ દુઃખ જોવા મળતું નથી અને જીવનનો ખરાબ સમય પણ સુખમાં પરિણમી જાય છે.  
ઓમકારેશ્વર
નારદજી એકવાર ગોકર્ણ મુની પાસે જાય છે. પછી બન્ને બગવત ચર્ચા કરવા વિંધ્ય પર્વત પર જાય છે. વિંધ્ય પર્વતે નારદ સામે અભિમાન કર્યું કે મારી પાસે બધું છે ત્યારે નારદજીએ મેરૂ પર્વતને તેનાથી પણ શ્રેષ્ઠ ગણાવ્યો, તેથી વિંધ્યએ શ્રેષ્ઠ થવા માટે શિવજીનું તપ કર્યું અને તેને ‘‘ચાહો તેવું કરો’’ તેવું તેણે શિવજી પાસેથી વરદાન મેળવ્યું અને શિવજીને તેના ક્ષેત્રમાં સ્થાપિત થવાની પ્રાર્થના કરી આથી ત્યં ઓમકારેશ્વર મહાદેવની સ્થાપના થઈ. આ જ્યોતિર્લિંગના દર્શન-સ્મરણથી માનસિક પરિતાપની શાંતિ થાય છે અને કીર્તિ પ્રાપ્ત થાય છે.  
કેદારેશ્વર
વિષ્ણુના અવતાર એવા નર-નારાયણે બદરિકાશ્રમ ક્ષેત્રમાં જઈ અને શિવજીનું તપ કર્યું અને ત્યાં તેના તપથી પ્રસન્ન થઈ અને શિવજી પ્રગટ થયા. નર-નારાયણે ત્યાં તેને સ્થિત થવા વિનવ્યા અને શિવજી ત્યાં કેદારેશ્વર તરીકે સ્થાયી થયા. તેના દર્શન-સ્મરણથી સંપૂર્ણ દુઃખનો નાશ થાય છે. શિવપુરાણ અનુસાર કેદારનું જો પાણી પીવામાં આવે તો જળ પીનારાનો બીજો જન્મ થતો નથી.  

ભીમશંકર
કામરૂપ દેશમાં ભીમનામના અતિ શક્તિશાળી અને કુંભકર્ણના પુત્રે ઘર્મનો નાશ કરતો હતો. ધર્મનો નાશ કરી પોતે ઈશ્વર બનવાની અભિલાષા સેવતો હતો. દેવો, ઋષીઓ, બ્રહ્મા, વિષ્ણુ સહિત બધાએ શિવજીને વિનંતિ કરી. શિવજીએ તેના પર વાર કરવાનું શરૂ કર્યું પણ તે હણાયો નહીં. જ્યારે તેણે પાર્થિવલિંગનો નાશ કર્યો ત્યારે શિવજીના એક હુંકારથી ત્યાં રહેલા બધા રાક્ષસોનો નાશ થયો.  દેવતા અને ઋષીઓની પ્રાર્થનાથી ત્યાં જ જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા અને ભીમશંકર તરીકે ઓળખાયા. તે આપત્તિ નિવારક અને સર્વસિદ્ધિને આપનારા કહેવાયા છે.  

વિશ્વેશ્વર
વારણસી ક્ષેત્રમાં વિષ્ણુથી ઉત્પન્નિત પ્રકૃતિ અને પુરુષ માટે પંચક્રોશિ નગરીનું નિર્માણ શિવજીએ કર્યું તે કર્મોનું કર્ષણ કરનારી કાશિ તરીકે પૃથ્વી પર સ્થિત કરવામાં આવી. પ્રલય કાળે પણ આ નગરીનો નાશ થતો નથી શિવજી તેના ત્રિશુળ પર આ નગરીને ધારણ કરે છે. આ નગરમીમાં શિવ અને શક્તિ સજોડે જ્યોતિર્લિંગ રૂપે નિવાસ કરે છે. તે વિશ્વેશ્વર તરીકે પ્રસિદ્ધ છે. વિશ્વેશ્વર મનુષ્યના મહારોગોનું નિવારણ કરનાર અને મોક્ષ આપનાર છે. 

ત્ર્યંબકેશ્વર
ગૌતમ ઋષીને આશ્રમમાંથી નીકાળવા માટે ગૌ હત્યાનું ખોટું આળ ઋષીઓએ અને દેવતાઓએ લગાડ્યું ત્યારે તેના ખોટા આરોપને પણ સાબિત કરવા માટે શિવજીનું તપ અહલ્યા સાથે કર્યું ત્યારે શિવજી પ્રસન્ન થયા. ગૌતમે શિવજી માટે બ્રહ્માએ આપેલ પાણીથી પદપ્રક્ષાલન કર્યું તો તે પાણી ગંગા રૂપે ત્યાંથી પસાર થયું જે ગૌતમી ગંગા કહેવાઈ અને તેના અવતરણથી પ્રભાવિત દેવોએ પણ શિવજીને પ્રાર્થના કરી ત્યાં સ્થિત થવાની. જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિમાં આવે ત્યારે સમગ્ર દેવો અને ઋષીઓ સહિત સજોડે શિવ ત્યાં પધારશે તેવું વરદાન પણ આ ક્ષેત્રને મળેલું છે. શિવપુરાણ અનુસાર ત્ર્યંબકેશ્વરના દર્શનથી પાપની મુક્તિ અને લોકોમાં કીર્તિ મળે છે.
  

વૈધ્યનાથેશ્વર
રાવણે કઠોર તપશ્ચર્યા કરી અને છત્તા પણ શિવજી પ્રસન્ન ન થયા, ત્યારે રાવણે પોતાના મસ્તક ઉતારી અને કમળપૂજા કરવા લાગ્યો. એક પછી એક એવા નવ મસ્તક તેણે ઉતારી શિવજીને સમર્પિત કર્યા જ્યારે દશમું મસ્તક ઉતારવા ગયો ત્યારે શિવજી પ્રસન્ન થયા અને  તેના બધા માથા પૂર્વવત કરી નિરોગી કર્યો. ભગવાને તેને ઈચ્છિત બધું વરદાન આપ્યું ત્યારે પણ તેને શિવને લંકામાં લઈ જવાની ઈચ્છા દર્શાવી. ત્યારે શિવજીએ કહ્યું કે તમે મારા લિંગને લઈ જઈ શકો છો પણ જ્યાં તેને મુકશો તે પછી તે ત્યાંજ સ્થાપિત થઈ જશે. પણ થયું એવું જ કે તેને લઘુશંકાના આવેગને રોકી ન શક્યો અને ભરવાડને લિંગ આપી તે ગયો પમ ભરવાડ તે લિંગનો ભાર સહન ન કરી શક્યો અને અંતે ત્યાંજ મુકાઈ ગયું અને ત્યાં તેની સ્થાપના થઈ. તેના દર્શન-સ્મરણથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
 
નાગેશ્વર
દારુકા નામની રાક્ષસી પાર્વતીજીના વરદાનથી ઘમંડમાં ફરતી હતી. તે અને તેનો પતિ બધાને પિડવા લાગ્યા. તે વનનું રક્ષણ આ રાક્ષસીઓને સોપ્યું હતું અને સાથે વરદાન હતું કે તે જ્યારે જ્યાં  જશે ત્યારે તે આખું વન તેની સાથે આવશે. તેના ત્રાસથી દેવોએ ઔર્વની દેવીને પ્રાર્થના કરી તેના શ્રાપથી ભયભિત દારુકા સમુદ્રમાં સમાઈ ગઈ. ત્યાં બધાને બીડવા લાગી. એકવાર ત્યાંથી માણસોથી ભરેલી નાવ નીકળી તેને દારુકે પકડી તેમાં એક વણિક હતો જે શિવજીનો રૂદ્રાક્ષ ધારણ કરતો હતો તેથી તેણે ભગવાનને ત્યાંથી છોડાવવા વિનંતિ કરી ત્યારે તે રૂદ્રાક્ષમાંથી વિશાળ મંદિર સાથે સમગ્ર શિવ પરિવાર હાજર થયો. શિવજી જ્યારે પાશુપાસ્ત્રથી રાક્ષસોને હણવા લાગ્યા ત્યારે દારૂકાએ પાર્વતિજીને તેની રક્ષા કરવા મનાવ્યા અને પાર્વતિજીના કહેવાથી શિવજીએ રાક્ષસોને હણવા રહેવા દઈ તે સારું કુળ ઉત્પન્ન કરના બને તેવું વરદાન આપી નાગેશ્વર રૂપે ત્યાં સ્થિત થયા. શિવપુરાણ ભયમાંથી બચવા માટે અને મનોરોગો તથા શારીરિક દોષો પણ આ લિંગના સ્મરણ દર્શનથી દૂર થાય છે..

રામેશ્વર
રામાવતારમાં ભગવાન રામે દક્ષિણ કિનારે સેતુબંધ બાંધતા પહેલા શિવજીનું પૂજન કર્યું ત્યારે શિવજી ત્યાં પ્રગટ થયા અને રામજીની વિનંતિથી તેમણે પોતાના જ્યોતિર્લિંગને ત્યાં સ્થાપિત કર્યું જે રામેશ્વર તરીકે ઓળખાય છે. રામેશ્વરના સ્મરણથી કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે. કાર્યમાં સફળ થવા માટે તેની પૂજા વધુ યોગ્ય છે.

ધુશ્મેશ્વર
દક્ષિણ દિશાનો શ્રેષ્ઠ પર્વત દેવગીરી છે. ત્યાં સુધર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તેને સુદેહા નામની પત્ની હતી પરતુ પુત્ર સુખ ન હતું ઘણા ઉપાયો, તપ પછી પણ જ્યારે તેને પુત્ર પ્રાપ્તિ ન થઈ ત્યારે તેની પત્ની સુદેહાએ તેની બહેન ધુશ્માને સુધર્મા સાથે પરણાવી. ધુશ્મા શિવભક્ત હતી. તે દરરોજ સો પાર્થિવ શિવલિંગ બનાવતી, પૂજા કરતી અને પછી તેને તળાવમાં પધરાવી દેતી. આથી તેને પુત્ર રત્ન થયો. સુદેહાને તેની ઈર્ષા થઈ તેના પુત્રના છરાથી કટકા કરી તળાવમાં નાખી આવી. સવારે તે  ખોટો વિલાપ કરી પતિને કહેવા લાગી પણ ધુશ્મા સ્વસ્થ હતી તેણે કહ્યું જેનેપુત્ર આપ્યો છે તે જ તેની રક્ષા કરશે તેણે દરરોજ પ્રમાણે શિવલિંગ બનાવ્યા, પૂજા કરી અને તળાવમાં પધરાવવા ગઈ તો તેનો પુત્ર તળાવકિનારે રમતો હતો. તેણે સ્થિત ભાવે તે પુત્ર પાસે ગઈ તેને શિવજી પર વિશ્વાસ હતો આ જોઈ શિવજી પણ પ્રસન્ન થાય અને ત્યાં પ્રગટ થયા. ધુશ્માને દરોરોજ પાર્થિવલિંગ ન બનાવી પોતાના જ્યોતિર્લિંગની પૂજા થાય તે માટે ત્યાં નિવાસ કરવા વિનંતિ કરી અને તે ધુશ્મેશ્વરથી પ્રસિદ્ધ થયા. શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્તિ માટે આ લિંગની પૂજા તથા તેનું સ્મરણ મનોવાંછિત ફળ આપનાર છે.
  

View All Latest News And Update With More Breaking News, Daily Visit Us, 

We Provide other Services in Business Releated Servicves Like, We Provide Tenders Information All Our India, And We have large database for Tender, so you get and tender with us, Close tenders, live tender, fresh tender....

: