Trade Reader. Powered by Blogger.

સોનેથી મઢ્યા બાદ કંઇક આવો છે સોમનાથ મંદિરનો નજારો!




આજે સવારે મંદિરે દર્શનાર્થીઓ પૈકીના એક ભાવિકે ભગવાન સોમનાથને સુવર્ણથી શણગાર સજી ઝાંખી કરતા પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ઈતિહાસમા અમે વાંચેલુ કે સોમનાથ સુવર્ણથી મઢેલુ હતુ પરંતુ તેના દર્શનનો લ્હાવો મળેલ ન હતો ત્યારે મહમદ ગઝનવીએ અનેક વખત સોમનાથ પર ચડાઇ કરી લુંટીને ખંઢેર સ્થિતિમાં કરી દેતા સરદાર વલ્લભભાઇ પટેલના નૂતન મંદિરનો નિર્ધારકર્યા બાદ ભવ્ય બનેલ છે.  


વિશ્ચ પ્રસિધ્ધ પ્રથમ આદિજ્યોતિર્લીંગ સોમનાથ મંદિરમાં મુંબઇ અને સુરતના દાતા દ્વારા અંદાજે ૧૧ કરોડનાં ૩૧ કિલો સુવર્ણનાં દાનથી મહાદેવજીનું થાળુ, ગર્ભગૃહની પાછળની દિવાલો, શેષનાગ, છત્ર, અભિષેક કુંભ, ત્રશિૂલ સહિત સોનાથી જડીત કરી આજે પૂજા અર્ચના પછી લોક દર્શનાર્થે ખૂલ્લા મૂકાતા આ શિવાલયનો ભવ્ય ભૂતકાળ જાણે જીવંત બન્યો હોય તેવું અલૌકિક દ્રશ્ય સજાયું હતું.








સોમનાથ તિર્થમાં એક સમયે દર્શનાર્થી બનીને આવેલા મૂળ કાઠીયાવાડનાં સાવરકુંડલાનાં સીમરણ ગામનાં અને સુરતનાં જવેલર્સ ભીખુભાઇ ધામેલીયા અને મુંબઇનાં હિરાના વેપારી દિલીપભાઇ લાખીએ સોમનાથને સુવર્ણમય બનાવવાનાં લીધેલા સંકલ્પ બેદિવસીય અવસર બન્યો હતો. જેમાં ગઇકાલે આ બંને દાતાઓ દ્વારા દિલ્હી સ્થિત મહાલક્ષ્મી અંબા જવેલર્સને ત્યાં અંદાજે ૧૧ કરોડનાં ખર્ચે ૩૧ કિલો સોનામાંથી મહાદેવજીનું થાળુ સહિત સામગ્રી તિર્થમાં આવી પહોંચતા ટ્રસ્ટનાં ચેરમેન કેશુભાઇ પટેલ, ટ્રસ્ટી, સેક્રેટરી પી.કે. લહેરી, તેમજ દાતા પરિવાર સહિત શ્રધ્ધાળુઓના સંગમ વચ્ચે ટ્રસ્ટને શોભાયાત્રા પછી અર્પણ કરાયું હતું.




જ્યારે ગઇકાલે સાંજે ૬ વાગ્યાથી મંદિરમાં ભાવિકો  માટે દર્શન બંધ કરી સોનાનું આ થાળુ સહિતની કામગીરી આખીરાત ચાલી હતી. જ્યારે આજે સવારે આ કામગીરી પૂર્ણ થતા બંને દાતાઓના પરિવારો દ્વારા જલાભિષેક અને મહાપૂજા સાથે સવારનાં ૭ ની આરતી બાદ ૮ નાં ટકોરે સોમનાથ સૂવર્ણ શણગારનાં દર્શના ખૂલ્લા મૂકાતા ભાવિકો સોનાના આ ચળકાટને જોઇ મંત્રમુગ્ધ સાથે અલૌકિક અનુભૂતિમાં ડૂબી ગયા હતાં.

: